ગુજરાતમાં પ્રથમ મોટર કાર

.
ગુજરાતમાં પ્રથમ મોટર કાર
એક વાચક મિત્રનો પ્રશ્ન છે: ગુજરાતમાં પ્રથમ મોટર કાર માલિક ગુજરાતી કોણ?
ઉપલબ્ધ માહિતી મુજબ, ગુજરાતમાં પહેલી મોટર કાર અમદાવાદમાં આવી.
ગુજરાતના સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ શેઠ અંબાલાલ સારાભાઈએ પ્રથમ મોટર કાર ખરીદી.
કોઈ વાચક પાસે વિગતો હોય, તો જરૂર આપે તેવી વિજ્ઞપ્તિ.

મહાત્મા ગાંધી, યરવડા જેલ અને સંજય દત

.
ગુજરાત અને ગુજરાતીઓ દેશના વિભિન્ન ક્ષેત્રોમાં કેટકેટલું યોગદાન આપતા રહ્યા છે!
મુંબઈમાં ટેક્સ્ટાઈલ ઉદ્યોગ (કાપડ ઉદ્યોગ – Textile Industry)ને વિકસાવનાર પ્રણેતાઓમાં એક ગુજરાતી શેઠ દામોદર ઠાકરસી (ઠાકરશી). દામોદર ઠાકરસીએ 1847માં “હિંદુસ્તાન સ્પિનિંગ એન્ડ વિવિંગ મિલ્સ” સ્થાપી.
તેમના પુત્ર વિઠ્ઠલદાસ દામોદર ઠાકરસી(ઠાકરશી) (1833-1922) મુંબઈના સુપ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને મુંબઈના મેયર.
વિઠ્ઠલદાસ ઠાકરસીએ પૂનામાં બંગલો બનાવવાનું નક્કી કર્યું. પૂનાની યરવડા [...]

“વીસમી સદી” હવે ઈન્ટરનેટ પર

.
“વીસમી સદી” ફરી જીવંત થયું છે.
આનંદો! ગરવી ગુજરાતના મારા ગરવા ગુજરાતી મિત્રો! વધાવી લો આ સમાચાર!
ગુજરાતી ભાષાના ગૌરવરૂપ “વીસમી સદી” આપણા કોમ્પ્યુટરના નાનકડા પડદે રજૂ થયું છે. હાજીમહમ્મદ અલ્લારખા શિવજીનું “વીસમી સદી” ઈન્ટરનેટ પર પુનર્જન્મ પામ્યું છે – વેબસાઈટ રૂપે (http://gujarativisamisadi.com).
“વીસમી સદી”ના પુનરાવતારનો શ્રેય જાય છે મુંબઈના ગુજરાતી ઉદ્યોગપતિ શ્રી નવનીતલાલ શાહને, વરિષ્ઠ સાહિત્યકાર [...]

મહાયોગી શ્રી અરવિંદની જન્મજયંતિ: પંદરમી ઓગસ્ટ

 .
આજે પંદરમી ઓગસ્ટ.
ભારતનો સ્વાતંત્ર્યદિન. વંદે માતરમ્. મેરા ભારત મહાન!
આજે મહાયોગી મહર્ષિ અરવિંદ (શ્રી અરવિંદ ઘોષ કે અરબિંદો ઘોષ)ની જન્મજયંતિ.
મહાયોગી શ્રી અરવિંદનો ગુજરાત સાથે વિશેષ સંબંધ રહ્યો છે.
ઈંગ્લેંડમાં શ્રી અરવિંદના એક સહાધ્યાયી હતા ગુજરાતી યુવક શ્રી બાપુભાઈ મજમુદાર. શ્રી અરવિંદ મહારાજા સયાજીરાવ ગાયકવાડની ઓફર સ્વીકારી વડોદરા રાજ્યની નોકરીમાં વડોદરા આવ્યા, ત્યારે બાપુભાઈને ત્યાં ઉતર્યા હતા.
આધ્યાત્મિક ક્ષેત્રે [...]