“કુમાર”ના પૃષ્ઠ પર મુક્તપંચિકા: ઈન્ટરનેટથી પ્રિન્ટ મીડિયા પ્રતિ (”Kumar” publishes Muktapanchika)

.

“કુમાર”ના પૃષ્ઠ પર મુક્તપંચિકા: ઈન્ટરનેટથી પ્રિન્ટ મીડિયા પ્રતિ:

.
TitlePage-KUMAR, May07
.

મારી મુક્તપંચિકા ગુજરાતી ભાષાના સુપ્રતિષ્ઠિત પારિવારિક સામયિક “કુમાર”માં પ્રકાશિત થઈ છે.

આપ સૌ મિત્રોને એ જાણીને ખુશી થશે કે મારી મુક્તપંચિકાની પ્રિન્ટ મીડિયામાં આ પ્રથમ પ્રસિદ્ધિ છે.

“કુમાર”ના મે 2007ના અંક(સળંગ અંક 953) માં પૃષ્ઠ ક્રમાંક 293 પર લઘુકાવ્ય તરીકે આ કૃતિ પ્રકાશિત થઈ છે.

“કુમાર” છેલ્લાં એંશી વર્ષોથી ગુજરાતી ભાષાનું પ્રમુખ પારિવારિક સામયિક રહ્યું છે. સાહિત્ય અને સંસ્કારને પોષતી ઉચ્ચતમ કૃતિઓને જ સ્થાન આપવાની નીતિએ “કુમાર”ને વિશિષ્ટ સ્થાન આપ્યું છે. ગુણવત્તાના આગ્રહની સ્વ. રવિશંકર રાવળની પ્રણાલિકા સ્વ. બચુભાઈ રાવતથી માંડી વર્તમાન તંત્રી સુજ્ઞ શ્રી ધીરુ પરીખ સુધી જળવાઈ રહી છે. નવોદિત સર્જક માટે પોતાની કૃતિ “કુમાર”માં પ્રકાશિત થાય તે ગૌરવરૂપ સિદ્ધિ જ ગણાય!

મને અત્યંત આનંદ થાય છે કે મારી પ્રથમ કૃતિ “કુમાર”માં પ્રકાશિત થઈ છે.

ઈન્ટરનેટથી પ્રિન્ટ મીડિયા તરફ પ્રયાણ કરવામાં આપણા યુવાન મિત્ર ડો. વિવેક ટેઈલર સાથે હું પણ જોડાઉં છું. યોગાનુયોગ કેવો કે મારી કૃતિ “કુમાર”માં પ્રકાશિત થઈ છે તે સમાચાર ભાઈ વિવેકે જ મને આપ્યા!! આભાર, દોસ્ત!

પ્રિન્ટ મીડિયામાં કૃતિની પ્રસિદ્ધિ તે ડો. વિવેક કે મારા માટે જ નહીં, પણ સમગ્ર ગુજરાતી નેટ જગત માટે ગૌરવની વાત છે. આ વ્યક્તિગત સફળતા નથી, પરંતુ આપણા ગુજરાતી નેટ જગતની સફળતા છે.

આપ સૌ મિત્રોએ અનુપમાને ઉષ્માભર્યો આવકાર આપી મુક્તપંચિકાને ગૌરવાન્વિત કરી છે.

હું આપનો ઋણસ્વીકાર કરું છું. ધન્યવાદ!

* * * * * * * * * * *
CLICK on the Images below (નીચેની ઈમેજ પર ક્લિક કરો)

May 2007
……

સૌજન્યસ્વીકાર: “કુમાર”.

16 Responses

  1. [...] “કુમાર”માં પ્રકાશનના સમાચાર આપ “મધુસંચય” પર વિગતે વાંચી [...]

  2. ખૂબ સરસ
    આપને અભિનંદન
    આજે સવારથી જ શુભ સમાચાર મળે છે. મેહુલ સુરતીનો પણ થીમ સોંગ સાંભળ્યુ. અને આપની મુક્તપંચિકા વિષે વાંચ્યું ખૂબ સારું લાગ્યું.

    ખૂબ ખૂબ અભિનંદન

  3. DEAR HARISHBHAI,

    GREETINGS FROM US ON THIS GOOD NEWS.
    HOPE, YOU CONTINUE SHINING IN GUJARATI WORLD ANDLITERATURE.

    RAJENDRA AND TRIVEDI

  4. ખુબ ખુબ અભીનંદન. જાણે મારી કવીતા છપાઇ હોય તેટલો આનંદ થયો.

  5. હાર્દિક અભિનંદન, હરીશભાઈ… छूना है आकाश… ।

  6. Dear Harishbhai,

    congratulations!

  7. All our good wishes and prayers for your progress.

  8. ખુબ ખુબ અભિનંદન આપને… અને આપણા ગુજરાતી નેટ જગતને…

  9. વાહ પ્રભુ, વાહ ! પંચીકાએ મુક્તવીહાર કર્યો, બ્લોગજગતથી ઉડીને પ્રીન્ટમીડીયા સુધી.

  10. congratulations for this great achievement.

  11. congratulations to u harishbhai..!

  12. Is Kumar Dead magazine now? And Internet–>Print Media can call backward step..

    (મારા વિચારો છે)

  13. Congratulations Uncle… I am very happy for you.

    … and wishing for more and more…!!!

  14. its very proud to come in kumar because as far as i know its a very famous magazine.congratulations!

  15. contgrats………ane aap hamesha safalatana shikaro avirat sar karo

  16. congretulatios Harishbhai… likhate raho…

    http://www.readsetu.wordpress.com

Leave a Reply