.
“ગુજરાતી સાહિત્ય પરિષદ”ના સ્થાપક રણજિતરામ વાવાભાઈ મહેતા.
આ સંસ્થાની સ્થાપના દ્વારા રણજિતરામ મહેતાએ ગુજરાત અને ગુજરાતી ભાષાની મોટી સેવા કરી છે.
અમદાવાદની ગુજરાત કોલેજમાંથી ઈ.સ. 1903માં બી.એ. કરનાર રણજિતરામભાઈ ભાવનગરના દીવાન સર પ્રભાશંકર પટ્ટણીના ખાનગી મંત્રી હતા.
ઈ.સ. 1917માં માત્ર 35 વર્ષની ઉંમરે આકસ્મિક રીતે તેમનું મૃત્યુ થયું. મુંબઈના જૂહુના દરિયાકિનારે એક ડૂબતા નાગરિકને બચાવવા પરમાર્થી અને સાહસિક રણજિતરામભાઈએ સમુદ્રમાં ઝંપલાવ્યું. કમનસીબે તેઓ સ્વયં દરિયાના મોજાંઓમાં ગરકાવ થઈ ગયા.
રણજિતરામભાઈના પુત્રને આપ જાણો છો? અગાઉના પ્રજા સમાજવાદી પક્ષના અગ્રણી નેતા અને જવાહરલાલ નહેરુના સમયમાં ભારતના જાણીતા અર્થશાસ્ત્રી અશોક મહેતા.
* * * * * * * * * * * * * * *
વિશેષ માહિતી વાંચો:
Filed under: અજાણી-શી વાતો, ગુજરાતી, સાહિત્ય
આ અશોક મહેતા વાળી વાત તો આજે જ જાણી. હું તો તેમને બિન ગુજરાતી ધારતો હતો.
આભાર
તમારા જેવી મારી સ્થિતિ, સુરેશભાઈ! મને પોતાને આ વાત બહુ મોડી ખબર પડી.. . . પોતાના જ્ઞાનની મર્યાદા સ્વીકારવાનું સાહસ તમારા જેવા બહુ ઓછા મિત્રોમાં હોય. જે પોતાના અજ્ઞાનની સીમા જાણી લે તે તત્ક્ષૅણ જ્ઞાની થઈ જાય. તે તો ઠીક, સુરેશભાઈ! પણ, આપણે જ આપણા ઘણા ગુજરાતીબંધુઓને સાચે જ નથી જાણતા, તે વાત સાચી ને? તમારું સૂત્ર ગમ્યું: “લગે રહો!” …. હરીશ દવે અમદાવાદ