મધર્સ પેટ(Mother’s Pet, Ahmedabad) ની બાળસૃષ્ટિ

શૈશવની શક્તિઓને ખીલવવામાં પ્રિ- સ્કૂલનું યોગદાન શું હોઈ શકે તેનું જીવંત ઉદાહરણ અમદાવાદનું પ્રસિદ્ધ ચાઈલ્ડ કેર સેન્ટર “મધર્સ પેટ” છે.
આજે મધર્સ પેટનો વાર્ષિકોત્સવ ઉજવાયો. મેં અગાઉ ઘણી શાળાઓના બાળકોને રસોત્સવોમાં – પ્રોગ્રામ્સમાં નિહાળ્યા છે. મધર્સ પેટ માટે અલગ જ છાપ ઉભરે છે.
સૌ પ્રથમ મધર્સ પેટ દ્વારા પસંદ કરાયેલ થીમ “મિટ્ટીકે રંગ” કાબિલે તારીફ જ ગણાય. [...]