.
મુક્તપંચિકા દ્વારા સ્વ. રમેશ પારેખને શ્રદ્ધાંજલિ:
સુપ્રતિષ્ઠિત ગુજરાતી કવિ રમેશ પારેખને અંજલિ અર્પવાનો આ વિશિષ્ટ પ્રયોગ છે. કવિના જ શબ્દોમાં તેમને શ્રદ્ધાંજલિ!
કવિની કાવ્ય-રચનાઓમાંથી કેટલીક પંક્તિઓના આધારે મેં મુક્તપંચિકાઓ રચી કવિને શ્રદ્ધાંજલિ આપી. (મૂળ પ્રસિદ્ધિ તારીખ 18/05/2006)
- – - – — – - –
તમે અમારી
ટગરફૂલ
આંખે ઝૂલ્યા રમેશ!
તમને ફૂલ
દીધાનું યાદ!
—————
પાન ફરકે
અને સઘળા
પ્રસંગ યાદ આવે!
પણ, રે! હવે
રમેશ નથી!
————
કેડ સમાણી
લીલોતરીમાં
તમ વિણ, રમેશ!
કહોને, અમે
ફરશું કેમે?
————-
ખડિંગ ને ત્વ
અમે વાંચતાં
તો રહીશું, રમેશ!
પરંતુ ફૂલ
કોને દઈશું?
———–
નખ જેવડું
આ અતીતનું
ખાબોચિયું, રમેશ!
બની ‘ગ્યું આભ!
કેમ તરશું?
———–
———–
Filed under: મુક્તપંચિકા
[...] પાન ફરકે અને સઘળા પ્રસંગ યાદ આવે! પણ, રે… [...]