કનૈયાલાલ મુનશી અને ફિલ્મજગત

.

કનૈયાલાલ મુનશીની અન્ય નોંધપાત્ર કૃતિઓમાં ’જય સોમનાથ’ તથા ‘પૃથિવી વલ્લભ’ જેવી નવલકથાઓ તેમજ આત્મકથાના ખંડો ‘સીધાં ચઢાણ’ અને ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ છે. ઐતિહાસિક નવલકથા ‘પૃથિવી વલ્લભ’ રસસભર કૃતિ છે.

• 1943માં પ્રસિદ્ધ ફિલ્મનિર્માતા સોહરાબ મોદીએ ‘પૃથ્વીવલ્લભ’ નામક ફિલ્મનું નિર્માણ કર્યું હતું. તેનું કથાનક કનૈયાલાલ મુનશીની નવલકથા ‘પૃથિવી વલ્લભ’ પર આધારિત હતું. પ્રખ્યાત ફિલ્મ કંપની ‘મિનરવા મુવિટોન’ની આ ફિલ્મમાં તે સમયના અગ્રગણ્ય સંગીતકારો સરસ્વતી દેવી તથા રફીક ગઝનવીએ સંગીત આપ્યું હતું.

ગુજરાતી ફિલ્મકંપની ‘કૃષ્ણ મુવિટોન’નો એક જમાનામાં ડંકો વાગતો હતો. તેના માલિક નિર્માતા માણેકલાલ પટેલે ઘણી મૂંગી અને બોલતી ફિલ્મો બનાવેલી. કૃષ્ણ મુવિટોન ફિલ્મ કંપનીએ ગુજરાતી સાક્ષર કનૈયાલાલ મુનશીની નવલકથાઓ ’જય સોમનાથ’, ‘કોનો વાંક’ વગેરે પરથી પણ ફિલ્મો બનાવી હતી.
.

One Response

  1. k m munsi gujrati sahitya jagat na pitamah hata temni mahan rachna o no samaj saday runi rahese …………….salam

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.