મુક્તપંચિકા: 12/06/2006

. શિક્ષણપદ્ધતિને મુબારક મુક્તપંચિકા! (મૂળ પોસ્ટ પ્રસિદ્ધ કર્યા તારીખ: 12/06/2006) બારમી જૂન. આ દિવસે શાળાઓમાં નવા વર્ષના પ્રથમ સત્રનો આરંભ થયો હતો. બાળકો ખભે બોજો ઊંચકીને સ્કૂલે જવા નીકળી પડ્યા. શાળાએ જતાં બાળકો! ભણતરના ભાર નીચે તેમનું બાળપણ કચડાઈ ગયું છે. આપ સૌએ આ કરુણ દ્રશ્ય જોયું જ હશે. આપણે શિક્ષણના નામે, આધુનિકતાના રંગમાં બાળકોની [...]

મુક્તપંચિકા: 31/05/2006

. મુક્તપંચિકા: (પ્રસિદ્ધિ તારીખ:18/05/2006) ———— લાવને તારી નાજુક, નાની હથેલીમાં, સજની વહાલી! નામ લખું હું મારું. ————- રક્તિમ-પીળું કેસરિયાળું, બિન વાદળ નભ નીરવ, સ્તબ્ધ! જો! સૂર્ય અસ્ત! ————– જનનીગોદે, શ્વેત સુંવાળા ઉર પર બાળક પામે સુખથી પયધારાને. ————– ————–

મુક્તપંચિકા: સ્વ. કવિ રમેશ પારેખ

. મુક્તપંચિકા દ્વારા સ્વ. રમેશ પારેખને શ્રદ્ધાંજલિ: સુપ્રતિષ્ઠિત ગુજરાતી કવિ રમેશ પારેખને અંજલિ અર્પવાનો આ વિશિષ્ટ પ્રયોગ છે. કવિના જ શબ્દોમાં તેમને શ્રદ્ધાંજલિ! કવિની કાવ્ય-રચનાઓમાંથી કેટલીક પંક્તિઓના આધારે મેં મુક્તપંચિકાઓ રચી કવિને શ્રદ્ધાંજલિ આપી. (મૂળ પ્રસિદ્ધિ તારીખ 18/05/2006) – – – – — – – – તમે અમારી ટગરફૂલ આંખે ઝૂલ્યા રમેશ! તમને ફૂલ દીધાનું [...]

મુક્તપંચિકા: 16/05/2006

. મુક્તપંચિકાઓ: (પ્રસિદ્ધિ તારીખ: 16/05/2006) —————- ઢાઈ અક્ષર પ્રેમના પઢી, હાથમાં તારું નામ લખીને, ધન્ય બની હું ! રાજ ! ————– રેશમ રાતે, હળવા શ્વાસે, બંધ પલક પર, છાનુંછપનું ઝૂલે શમણું. ————— ચિત્તાકર્ષક કેસરવર્ણો, ફાલફૂલેલો, જામ્યો ગુલમહોર! ગ્રીષ્મબપોર! ————– ભીતર ખાલી, બાહ્ય સજેલા વાણી, વર્તન, દેહ! નામ રૂપાળું, આધુનિકતા! ———— યોગનું યોગા! રામનું રામા! બુદ્ધનું [...]

ગુજરાતી નેટ જગતની ચેટ કોન્ફરન્સ

. ગુજરાતી નેટ જગત આપણી ગુજરાતી નેટ જગતની ચર્ચાઓ કાંઈક પરિણામલક્ષી બનતી હોવાના આસાર છે. શ્રી વિજયભાઈ શાહ ચેટ કોન્ફરન્સનું આયોજન કરી રહ્યા છે. શ્રી વિશાલ મોણપરાના ટેકનિકલ સહયોગમાં યોજાનાર ગુજરાતી નેટ જગતની આ પ્રથમ ચેટ કોન્ફરન્સ સફળ થાય તે અર્થે “મધુસંચય” તરફથી શુભેચ્છાઓ. … હરીશ દવે અમદાવાદ

મુક્તપંચિકાઓ: 14/05/2006

. મુક્તપંચિકાઓ: મૂળ પ્રસિદ્ધિ તારીખ: 14/05/2006 ………… વિશ્વફલક પર, સઘળે ખોજી- થાક્યો- તુજને, ભીતર જોતાં પામ્યો મુજને. ————– આંબે ટહૂકી કોયલ કાળી, ચોમેર હરિયાળી, રંગરસીલી વસંત જામી. ————– શીતલ વાયુ, મંદ સુગંધ, તૃણે તૃણે આનંદ! તિમિર ક્ષય, સૂર્ય ઉદય. ———— કોઈ ન પાસ, ન આશ ભલે, તું શાને ખોતો હામ? પથિક ચાલ, દૂર મુકામ. ————- [...]

મુક્તપંચિકા

. પ્રિય મિત્રો, આ વર્ષના પ્રારંભમાં મેં “મુક્તપંચિકા” રચવાની શરૂ કરી. મે, 2006માં “બ્લોગર” પર મારા ગુજરાતી બ્લોગનો પ્રારંભ થયો: ”મુક્તપંચિકા તથા કવિતા”. URL: http://gujarat1.blogspot.com ગુજરાતી સાહિત્યના લઘુકાવ્યના વિશિષ્ટ પ્રકાર “મુક્તપંચિકા”થી આપ આજે સારી રીતે માહિતગાર છો. ગુજરાતી ભાષામાં ઈન્ટરનેટ પર મુક્તપંચિકાની પ્રથમ રજૂઆત ઉપરોક્ત બ્લોગ પર થઈ. અંગત અનુભવથી અને મિત્રો સાથેની ચર્ચામાં પણ [...]

ગુજરાતી નેટ જગત: પાયાના મુદ્દા

. કેટલાક મિત્રો મારા મૂળ મુદ્દા ચૂકી ગયા લાગે છે. ફરી એક વખત ધ્યાનપૂર્વક ‘ગુજરાતી નેટ જગત’ વિષે મારી પોસ્ટ વાંચવા વિનંતી કરું? સાથે જ વિશેષ સ્પષ્ટતા પણ કરી લઉં: (1) ગુજરાતી નેટ જગત ગુજરાતી ભાષામાં લખતા બ્લોગર્સ અને વેબસાઈટ-પ્રકાશકો તેમજ તે વાંચતા વાચકો થકી સર્જાયું છે. તેઓ વિશ્વના જુદા જુદા ભાગોમાં સ્થિત છે. આપણે [...]

ગુજરાતી નેટ જગત

. પ્રિય મિત્રો! મેં આપમાંથી ઘણા મિત્રોને ગુજરાતી નેટ જગત અંગે ઈ-મેઈલ મોકલ્યા છે. આજનો આ ઈ-મેઈલ મારા બ્લોગ “મધુસંચય” પર પણ પ્રસિદ્ધ કરું છું. આપ આ ઈ-મેઈલ “મધુસંચય” પર પણ વાંચી શકશો. ફરી એક વખત સ્પષ્ટ કરું કે સરસ આરંભ થયો છે. પણ હવે આપણે ચર્ચાથી સહેજ આગળ જવું પડશે. ચર્ચા કરવી તે કાર્યના [...]

નાટ્યકાર રણછોડભાઈ દવે

. રણછોડભાઈ ઉદયરામ દવે (1837-1923)ને ગુજરાતની ગરવી ગુજરાતી ભાષાના “આદ્ય નાટ્યકાર” તરીકે નવાજવામાં આવે છે. રણછોડભાઈને પ્રસિદ્ધિ અપાવનાર નાટક “જેકુંવરનો જે”. રણછોડભાઈ આ નાટક “બુદ્ધિપ્રકાશ”માં ધારાવાહિક નાટકરૂપે લખતા. આ નાટક “જેકુંવરનો જે” આધુનિક ગુજરાતી ભાષામાં લખાયેલ પ્રથમ શિષ્ટ નાટક બન્યું. આ નાટક પાછળથી “જયકુમારીવિજય- નાટક” (1865) નામથી પ્રગટ કરવામાં આવ્યું. રણછોડભાઈને ભારે લોકપ્રિયતા મળી. આમ, [...]

ધનસુખલાલ મહેતા

ગુજરાતી ભાષાના જાણીતા હાસ્યલેખક ધનસુખલાલ મહેતાને આપણે જાણીએ જ છીએ! જ્યોતીન્દ્ર દવે સાથે ધનસુખલાલ મહેતાએ આપણને “અમે બધાં” જેવી મજેદાર કૃતિ આપી છે. પરંતુ ધનસુખલાલ મહેતાનો ફિલ્મજગત સાથે સંબંધ કલ્પી શકશો? ધનસુખલાલ મહેતાએ એક હિન્દી ફિલ્મમાં ગીતકાર તરીકે ફાળો આપેલ છે. આ ફિલ્મ હતી “જવાનીકી હવા”. આ ફિલ્મમાં વિખ્યાત અભિનેત્રી દેવિકારાનીએ અભિનય આપેલો ફિલ્મમાં હીરો [...]

અનામિકાને પત્ર: 12

આ પત્ર-શ્રેણીનું સ્થાનાંતર: “અનામિકા” બ્લોગ પર આ પત્ર-શ્રેણીમાં આ બાર(12)મો પત્ર તે મધુસંચય પરનો આખરી અનામિકા-પત્ર છે. હવે આપ “અનામિકાને પત્રો” મારા નવા બ્લોગ “અનામિકા” પર વાંચી શકશો. નીચે ક્લિક કરો: અનામિકા * * * * * * * * * * * * * * * * * . પ્રિય અનામિકા, હરમાન હેસની નવલકથા [...]

પ્રશંસાપાત્ર મુક્તપંચિકાઓ

. સુશ્રી નીલાબહેન કડકીયા તથા સુશ્રી ઊર્મિબહેને રસપ્રદ મુક્તપંચિકાઓની રચના કરી છે. આપ નીલાબહેન કડકીયાના “મેઘધનુષ” તથા ઊર્મિબહેનના “ઊર્મિનો સાગર” બ્લોગ્સથી પરિચિત છો જ. બંને બહેનોએ પોતપોતાના બ્લોગ્સપર તાજેતરમાં ભાવવાહી મુક્તપંચિકાઓ રચી છે જે વાચકના દિલને સ્પર્શી જાય તેવી છે. બંને બહેનોને અભિનંદન તથા શુભેચ્છાઓ! આપ આ મુક્તપંચિકાઓને માણવા ‘ક્લિક’ કરશો: મેઘધનુષ ઊર્મિનો સાગર ………..

ટૂંકી વાર્તાના પ્રણેતા: મલયાનિલ

. કંચનલાલ વાસુદેવ મહેતા “મલયાનિલ”(1892-1919)ને ગુજરાતી ભાષામાં ટૂંકી વાર્તાના પ્રણેતા લેખવામાં આવે છે. તેમના જીવનકાળ સમયે ગુજરાતી ભાષાનું વાર્તાક્ષેત્ર મુખ્યત્વે બોધાત્મક હતું. જો કે રણજીતરામ વાવાભાઈ મહેતાએ લખેલ “હીરા”(1904)ને ગુજરાતી ભાષાની પ્રથમ ટૂંકી વાર્તા ગણવામાં આવે છે, પરંતુ તે વાર્તાની શૈલી ઘડાયેલ ન હતી. “મલયાનિલ”ની ટૂંકી વાર્તા “ગોવાલણી” બોધાત્મકતાની અસરથી મુક્ત અને આધુનિક શૈલીની છાંટવાળી [...]

રાજકપૂરની ફિલ્મ “બરસાત”

. રાજકપૂરની યાદગાર ફિલ્મ “બરસાત” રાજકપૂરની રોમેંટિક ફિલ્મ “બરસાત” 1949માં રીલીઝ થઈ. રાજકપૂર અને નરગીસની જોડીએ “બરસાત”માં પ્રેક્ષકોને પ્રેમવર્ષામાં તરબોળ કરી દીધા. “બરસાત”માં સંગીતકાર શંકર-જયકિશનની યાદગાર ધૂનોમાં દેશ ઝૂમી ઊઠ્યો! આજે રાજકપૂરની “બરસાત”નું સદાજવાન ગીત લતા મંગેશકર અને સાથીઓના સ્વરમાં: ………………………… પ્રીતને સિંગાર કિયા, મૈં બની દુલ્હન, પિયા, મૈં બની દુલ્હન, સપનોંકી રિમઝિમમેં નાચ ઊઠા [...]

Follow

Get every new post delivered to your Inbox.