.
નરસિંહરાવ દિવેટિયાના પિતાશ્રી ભોળાનાથ સારાભાઈ દિવેટિયા (1823-1886).
ભોળાનાથ સારાભાઈ તે જમાનાના અમદાવાદના સુપ્રતિષ્ઠિત નાગરિક.
પોતે સરકારી નોકરીમાં ઉચ્ચ અમલદાર. શ્રીમંત અને સુશિક્ષિત કુટુંબ.
ભોળાનાથ સારાભાઈને ત્યાં મહીપતરામ રૂપરામ, નવલરામ પંડ્યા, અંબાલાલ સાકરલાલ, લાલશંકર ઉમિયાશંકર, શેઠ રણછોડલાલ છોટાલાલ વગેરે આવતા.
ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરના મોટાભાઈ સત્યેન્દ્રનાથ ટાગોર અમદાવાદમાં જજ તરીકે આવ્યા ત્યારે શાહીબાગમાં રહેલા. ભોળાનાથભાઈ તેમના સંપર્કમાં પણ હતા.
ભોળાનાથ સારાભાઈએ અમદાવાદમાં મહીપતરામ નીલકંઠ આદિના સહયોગથી અમદાવાદમાં “પ્રાર્થનાસમાજ”ની સ્થાપના કરી.
Filed under: અજાણી-શી વાતો, ગુજરાતી, સાહિત્ય