મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ

આજે બીજી ઓક્ટોબર. ગાંધી જયંતિ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મતિથિ.

ગાંધી બાપૂને બિરદાવતી અનેક કૃતિઓ સર્જાઈ છે. મહાત્મા ગાંધી પર અનેક કાવ્યો લખાયાં છે.

ગાંધીજીના વ્યક્તિત્વને વર્ણવતી એક સાવ નિરાળી રચના આશરે પિસ્તાળીસેક વર્ષ પહેલાં સાંભળી હતી. આછી પાતળી યાદશક્તિના જોરે તે અહીં લખી રહ્યો છું. કોણ હશે કવિ? કોઈ વાચકને આ કૃતિ કે કર્તા વિષે માહિતી હોય તો જરૂરથી જણાવે તે વિનંતી.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું કેવું સુંદર શબ્દચિત્ર છે!

………….

સૂકી કાયા લાકડી-શી,

મૂઠી હાડકાનો માળો,

બોખું મોઢું, ધોળા વાળ,

હસે જાણે નાનું બાળ,

છતાં ધ્રુજે સરકાર,

પૂરી રાખે જેલ દ્વાર.

………….

જંગલમાં આંબા નીચે, પાંદડાંની ઝૂંપડીમાં;
લખી પત્ર નાનો એવો, હાકેમોને મૂંઝવે છે.
……….

*** મહાત્મા ગાંધીની જીવન ઝાંખી વાંચો: “ગુજરાતી સારસ્વત પરિચય

2 Responses

  1. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ!!

  2. [...] પર ‘મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ’, [...]

Leave a Reply