Posted on October 25, 2006 by હરીશ દવે
.
પ્રિય અનામિકા,
તમારી ચર્ચામાં ગુજરાતી રંગભૂમિ, એબ્સર્ડ નાટક તેમજ સેમ્યુએલ બેકેટનો ઉલ્લેખ થાય તે તો સરસ વાત!
તમારા પિતાજી પાસેથી તેં વર્ષો અગાઉ અમદાવાદમાં ભજવાયેલા સેમ્યુએલ બેકેટના વિશ્વપ્રસિદ્ધ નાટ્યપ્રયોગ “વેઈટિંગ ફોર ગોદો”ની વાત સાંભળી છે. અદભુત નાટક!
ગુજરાતી રંગભૂમિ આજે ઝાંખી પડેલી દેખાય છે. અમારી મુગ્ધાવસ્થા સમયેં ગુજરાતી ભાષામાં નાટ્યપ્રવૃત્તિ સારી એવી વિકસેલી હતી. જયશંકર ‘સુંદરી’ [...]
Filed under: અનામિકાને પત્રો | 2 Comments »
Posted on October 22, 2006 by હરીશ દવે
.
અંગ્રેજ કવિ વિલિયમ વર્ડઝવર્થને આપ સૌ જાણો છો. અંગ્રેજી સાહિત્યમાં અગ્રગણ્ય બ્રિટિશ કવિ. અંગ્રેજી કાવ્યક્ષેત્રે “રોમેંટિસિઝમ”ના પ્રણેતા કવિ તે વિલિયમ વર્ડઝવર્થ.
વિલિયમ વર્ડઝવર્થના પૌત્ર મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજના પ્રિન્સિપાલ નિમાયા હતા. પ્રિન્સિપાલ વર્ડઝવર્થ તેમના મહાન દાદા જેવા જ સાહિત્યપ્રેમી.
પ્રિન્સિપાલ વર્ડઝવર્થ ગુજરાતી ભાષામાં સાહિત્ય-સર્જનને ઉત્તેજન આપવામાં નિમિત્ત બન્યા. તે સમયે ગુજરાતના બુદ્ધિમાન વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસાર્થે મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં [...]
Filed under: અજાણી-શી વાતો, ગુજરાતી, સાહિત્ય | 3 Comments »
Posted on October 21, 2006 by હરીશ દવે
.
નરસિંહરાવ દિવેટિયાના પિતાશ્રી ભોળાનાથ સારાભાઈ દિવેટિયા (1823-1886).
ભોળાનાથ સારાભાઈ તે જમાનાના અમદાવાદના સુપ્રતિષ્ઠિત નાગરિક.
પોતે સરકારી નોકરીમાં ઉચ્ચ અમલદાર. શ્રીમંત અને સુશિક્ષિત કુટુંબ.
ભોળાનાથ સારાભાઈને ત્યાં મહીપતરામ રૂપરામ, નવલરામ પંડ્યા, અંબાલાલ સાકરલાલ, લાલશંકર ઉમિયાશંકર, શેઠ રણછોડલાલ છોટાલાલ વગેરે આવતા.
ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરના મોટાભાઈ સત્યેન્દ્રનાથ ટાગોર અમદાવાદમાં જજ તરીકે આવ્યા ત્યારે શાહીબાગમાં રહેલા. ભોળાનાથભાઈ તેમના સંપર્કમાં પણ હતા.
ભોળાનાથ [...]
Filed under: અજાણી-શી વાતો, ગુજરાતી, સાહિત્ય | Leave a Comment »
Posted on October 21, 2006 by હરીશ દવે
.
દુર્ગારામ મહેતાજી (1809-1876) ગુજરાતના પ્રથમ શિક્ષક-સમાજસેવક.
ગુજરાત અને ગુજરાતી પ્રજામાં ચેતના જગાવનાર ગુજરાતના પ્રથમ સમાજસુધારક.
અજ્ઞાન અને કુરિવાજોમાં સબડતા લોકમાનસમાં જાગૃતિ આણનાર સુરતના ત્રણ “નન્ના” તે નર્મદ, નંદશંકર મહેતા તથા નવલરામ પંડ્યા. સુરતના આ ત્રણ “નન્ના”ઓને પ્રેરણા આપનાર તે દુર્ગારામ મંછારામ દવે જેમને ગુજરાત દુર્ગારામ મહેતાજી તરીકે ઓળખે છે.
સુરતમાં 1809માં જન્મ. મુંબઈમાં પ્રાથમિક અભ્યાસ કરી [...]
Filed under: અજાણી-શી વાતો, ગુજરાતી, સાહિત્ય | 1 Comment »
Posted on October 21, 2006 by હરીશ દવે
.
દીપાવલિની શુભ કામનાઓ!
આજનું દીપાવલિનું શુભ પર્વ આપના જીવનપથ પર પ્રકાશ રેલાવે અને આપનું જીવન સુદીપ્ત કરે!
જીવનસત્યના પ્રકાશમાં આપનું જીવન સાર્થક હો!
આપ સૌને દીપાવલિના પવિત્ર પર્વ પર શુભેચ્છાઓ!
હરીશ દવે …… અમદાવાદ
Filed under: પ્રકીર્ણ | Leave a Comment »
Posted on October 14, 2006 by હરીશ દવે
.
ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદના કોષાધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ પટેલની એક ટેલિફોનિક વિજ્ઞપ્તિ અનુસાર:
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા આગામી જ્ઞાનસત્ર 23-24-25 ડિસેમ્બર,2006 ના રોજ માંડવી (કચ્છ) ખાતે યોજાશે.
સ્થળ: વિવેકાનંદ ટ્રેઈનિંગ એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટ્યૂટ, માંડવી (કચ્છ).
વિશેષ માહિતી માટે ગુજરાતી સાહિત્ય પરિષદ, ગોવર્ધન ભવન, આશ્રમ રોડ, અમદાવાદ-380 009 નો સંપર્ક કરવો. …. હરીશ દવે અમદાવાદ
Filed under: પ્રકીર્ણ, સમાચાર-વિચાર | Leave a Comment »
Posted on October 9, 2006 by હરીશ દવે
.
મુક્તપંચિકા વિષે પૃચ્છા કરતા ગુજરાતી ભાષાના ચાહક મિત્રોના મારા પર મેઈલ તથા પત્રો આવે છે. મુક્તપંચિકામાં રસ લેવા બદલ આભાર.
મુક્તપંચિકા વિષે માર્ગદર્શન તથા મારી મુક્તપંચિકા-કૃતિઓ બ્લોગર (Blogger) ના મારા ગુજરાતી બ્લોગ પર નીચેના URL પર છે: http://gujarat1.blogspot.com
આપ સૌ મુક્તપંચિકા રચી શકો છો. મેં એ પણ જોયું છે કે ઘણા વાચકમિત્રોએ મારી રચનાઓ કરતાં પણ [...]
Filed under: ગુજરાતી, સાહિત્ય | 2 Comments »
Posted on October 7, 2006 by હરીશ દવે
આ યાદગાર ગીત ફિલ્મ “અનુપમા”નું.
ગાયિકા સૂરસામ્રાજ્ઞી લતા મંગેશકર. સંગીત નિર્દેશક હેમંતકુમાર.
આ ગીત લતા મંગેશકરના શ્રેષ્ઠ ગીતો પૈકીનું એક છે. દિલને સ્પર્શી જતા આ ગીતના શબ્દો:
……………………………………
લેતા હૈ દિલ અંગડાઈયાઁ, ઈસ દિલકો સમઝાયે કોઈ,
અરમાન આંખેં ખોલ દે, રૂસવા ન હો જાયે કોઈ,
પલકોં કી સૂની સેજ પર, સપનોં કી કલિયાઁ સોતી હૈ …
ઐસે [...]
Filed under: મધુર ગીતસંગીત | 4 Comments »
Posted on October 7, 2006 by હરીશ દવે
.
મુઝે ધોખા ન દેતી હો, કહીં તરસી હુઈ નઝરેં,
તુમ્હીં હો સામને યા ફિર વહી તસ્વીરે-ખ્વાબ આઈ.
….. આનન્દનારાયણ ‘મુલ્લા’
Filed under: સાહિત્ય | Tagged: , ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, મધુસંચય, હરીશ દવે, Gujarat, gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, Madhusanchay | Leave a Comment »
Posted on October 7, 2006 by હરીશ દવે
.
પ્રિય અનામિકા,
મઝાના સમાચાર! તારા ઈટાલિયન પ્રોફેસરની પુત્રી વડોદરાની ઊડતી મુલાકાતે આવી રહી છે! તેના કલાપ્રેમને વડોદરા સમ સંસ્કાર નગરીમાં પુષ્ટિ મળશે. વડોદરા વિષે તારા પ્રશ્નોના સંદર્ભમાં આ પત્ર તને લખી રહ્યો છું.
અનામિકા! વડોદરાનું નામ પડતાં જ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનું સ્મરણ થાય. વડોદરાને સંસ્કૃતિક્ષેત્રે તેમજ કલાક્ષેત્રે વિશ્વભરમાં નામના અપાવવાનું શ્રેય મહારાજા સયાજીરાવ ગાયકવાડને જાય છે.
1870માં [...]
Filed under: અનામિકાને પત્રો | Tagged: , કલા, ગાયકવાડ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ફિલ્મ, મધુસંચય, મહાયોગી અરવિંદ, વડોદરા, શ્રી અરવિંદ, સંગીત, સાહિત્ય, હરીશ દવે, Gujarat, gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, Madhusanchay | 1 Comment »
Posted on October 2, 2006 by હરીશ દવે
.
ગુજરાતી ભાષાના ગદ્ય સાહિત્ય ઉપરાંત પદ્યના વિકાસમાં પણ પારસીઓનું વિશિષ્ટ યોગદાન રહ્યું છે.
શરૂઆતમાં પારસી કવિઓ પારસી બોલીની અસર નીચે ગુજરાતી કવિતા રચતા. તેનું ઉદાહરણ મશહૂર પારસી કવિ દાદી તારાપોરવાળા(1853-1912)ની એક કૃતિમાં જોઈએ: :
……….
રે હશતો ને રંમતો તું આએઓ તે શું?
રે નાહશતો ને ભાગતો તું ગએઓ તે શું?
…. આએ લાલ લોહી બલી ખારું પાંણી થાએચ,
જીગર ગંમથી [...]
Filed under: અજાણી-શી વાતો, ગુજરાતી, સાહિત્ય | Tagged: , કવિતા, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ગુજરાતી સાહિત્ય, પારસી, મધુસંચય, હરીશ દવે, Gujarat, gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, Madhusanchay | 1 Comment »
Posted on October 2, 2006 by હરીશ દવે
.
ઈરાનથી હિંદુસ્તાન આવી પારસી કોમ ગુજરાતમાં ઠરીઠામ થઈ. તેમણે ગુજરાતી ભાષા અપનાવી. ઓગણીસમી સદીમાં ગુજરાતી ભાષાના સાહિત્યના વિકાસમાં પારસી કોમનું વિશિષ્ટ યોગદાન રહ્યું છે.
પારસી લેખક ડોસાભાઈ ફરામજી કરાકા ‘ગ્રેટ બ્રિટન’ (ઈંગ્લેન્ડ) ગયેલા. તેમણે પારસી બોલીની છાંટવાળી ગુજરાતીમાં આપણું પ્રથમ પ્રવાસ પુસ્તક લખ્યું.
1861માં પ્રકાશિત આ પુસ્તકનું નામ હતું: “ગરેટ બરીટનની મુસાફરી”.
તે પછી 1862માં અન્ય એક પારસી [...]
Filed under: અજાણી-શી વાતો, ગુજરાતી, સાહિત્ય | Tagged: , અમેરિકા, ઈંગ્લેન્ડ, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, પારસી, હરીશ દવે, હિંદુસ્તાન, Gujarat, gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, Madhusanchay | 1 Comment »
Posted on October 2, 2006 by હરીશ દવે
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ
આજે બીજી ઓક્ટોબર. ગાંધી જયંતિ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મતિથિ.
ગાંધી બાપૂને બિરદાવતી અનેક કૃતિઓ સર્જાઈ છે. મહાત્મા ગાંધી પર અનેક કાવ્યો લખાયાં છે.
ગાંધીજીના વ્યક્તિત્વને વર્ણવતી એક સાવ નિરાળી રચના આશરે પિસ્તાળીસેક વર્ષ પહેલાં સાંભળી હતી. આછી પાતળી યાદશક્તિના જોરે તે અહીં લખી રહ્યો છું. કોણ હશે કવિ? કોઈ વાચકને આ કૃતિ કે કર્તા [...]
Filed under: ગુજરાતી, સાહિત્ય | Tagged: , ગાંધીજી, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, બીજી ઓક્ટોબર, મધુસંચય, મહાત્મા ગાંધી, રાષ્ટ્રપિતા, હરીશ દવે, Gujarat, gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, Madhusanchay | 2 Comments »