.
મહર્ષિ અરવિંદની ફિલોસોફીનો એક અંશ: “ધ ડિવાઈન લાઈફ”માંથી
મહર્ષિ અરવિંદ વિષે લખવા બેસીએ તો દિવસો લાગે! તેમની ફિલોસોફીને વ્યક્ત કરવા ગ્રંથો ઓછા પડે!
મહર્ષિ અરવિંદની ફિલોસોફી તેમની વિવિધ કૃતિઓમાં તેમજ વ્યાખ્યાનોમાં વ્યક્ત થયેલ છે. તેમનો એક મનનીય ગ્રંથ છે: “ધ ડિવાઈન લાઈફ”. તેમાંના એક અંશનો ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસ્તુત છે:
“અજ્ઞેયનું પ્રકટીકરણ આપણી સમક્ષ બે સ્વરૂપે થાય છે: સૃષ્ટિ તથા વ્યક્તિ સ્વરૂપે. તે બે સ્વરૂપોથી આપણે અજ્ઞેયને પામવાનું છે. ઈન્દ્રિયગમ્ય બીજાં રૂપો પણ સૃષ્ટિ અને વ્યક્તિને જ આભારી છે…… પરમ સત્યનું અવતરણ દિવ્ય છે. દિવ્ય ચેતનાનું અવતરણ થતું જાય છે અને મનુષ્યની જીવનયાત્રા ઉર્ધ્વગામી બને છે. … મનુષ્યત્વની આપણી આજની ભૂમિકા વચગાળાની છે … આપણા દૈવી મનુષ્યત્વનું સર્વોચ્ચ લક્ષ્ય અતિમનસ – સુપરમાઈન્ડ – છે; સુપરમાઈન્ડ એ જ સુપરમેનની પહેચાન છે. આપણી ઉર્ધ્વગામી યાત્રામાં મનની પેલે પાર, ઉચ્ચતર ભૂમિકા પર પહોંચવાનું છે. મનુષ્યના અસ્તિત્વનો યથાર્થ હેતુ છે દિવ્ય જીવન પ્રતિ યાત્રા.”
.
Filed under: અધ્યાત્મ-ફિલોસોફી | Tagged: , અધ્યાત્મ - ચિંતન, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, ફિલોસોફી, શ્રી અરવિંદ, Gujarat, gujarati, Gujarati Blog, Shri Aurobindo
[...] # શ્રી અરવિંદ- દિવ્ય જીવન : સુંદરમ્ ના ધ્રુવતારકની વાણી [...]
અતિમનસનું અવતરણ એ શ્રી અરવિંદનું પોતાનું આગવું દર્શન અને આધાત્મિક સ્વપ્ન હતું . જ્યારે પણ એ સ્વપ્ન સાકાર થશે, ત્યારે માનવ જાતિ ઉત્ક્રાન્તિના કદાચ છેલ્લા તબક્કા ભણી પ્રયાણ કરશે.
માનવ જીવના મોક્ષના ધ્યેયથી જોજનો આગળ શ્રી અરવિંદનું સ્વપ્ન વિસ્તરે છે. પરમ ચેતનાનું અવતરણ માનવ મનથી પણ નીચેના સ્તરો સુધી , એકે એક જીવિત કોષ સુધી થાય – તે છે ‘દિવ્ય જીવન’ ની પરિકલ્પના .
[...] ઘણા જિજ્ઞાસુઓને થાય છે. શ્રી અરવિંદના અધ્યાત્મચિંતન અને ફિલોસોફીના અભ્યાસી સાધકો પણ શ્રી [...]