એક યાદગાર વર્ષ

ઈતિહાસમાં કેટલાંક વર્ષ યાદગાર બની જતાં હોય છે.
આવું એક વર્ષ હતું 1889. આ વર્ષનું મહત્ત્વ જાણો છો?
1889માં ત્રણ પ્રસિદ્ધ વ્યક્તિઓનો જન્મ થયો જેઓ વિશ્વના ઈતિહાસમાં એક અમીટ છાપ છોડી ગયા!
તેઓ હતા: જવાહરલાલ નહેરુ, એડોલ્ફ હિટલર તથા ચાર્લી ચેપ્લિન.

મોહે સંસદ મેં હી જાના હૈ!

બે દિવસ પહેલાં ભારતીય લોકશાહીના ઈતિહાસમાં એક શરમજનક નાટક ભજવાઈ ગયું.
સંસદના સદનમાં જ સંસદ સભ્યોએ શાળાના બાળકોને પણ શરમ આવે તેવી બેહૂદી હરકતો કરી. ભારે દુ:ખ થયું.
એ સંસદ સભ્યોને મારું આ કાવ્ય અર્પણ કરું છું.
………………………………………………………….
મોહે સંસદ મેં હી જાના હૈ!
.
મોહે પ્લે ગ્રૂપ મેં નહીં જાના, માઁ!
મોહે સંસદ મેં હી જાના હૈ!
મનમાની આઝાદી વહાં,
ખુશિયોં કા [...]

કાગઝકે ફૂલ

.
“કાગઝકે ફૂલ”નું દર્દસભર ગીત
હિંદી સિનેમામાં દિગ્દર્શન ક્ષેત્રે ગુરુદત્ત નોખા તરી આવે છે. તેમની ફિલ્મોનાં ગીતો પથ્થરમાં યે સંવેદનાઓ જગાવે તેવાં અસરકારક!
“કાગઝકે ફૂલ”માં રફીના કંઠે ગવાયેલ એક ગીતની દર્દસભર પંક્તિઓ:
ક્યા લે કે મિલે ઈસ દુનિયા મેં
આઁસૂ કે સિવા કુછ પાસ નહીં
યા ફૂલ હી ફૂલ હૈ દામન મેં
યા કાઁટોં કી ભી આસ નહીં
મતલબ કી દુનિયા હૈ સારી [...]

અનામિકાને પત્ર: 8

.
પ્રિય અનામિકા,
તારી જીવનધારા નિર્વિઘ્ને વહી રહી છે, તે આનંદની વાત છે. જીવનની વ્યસ્તતામાં પણ તું વિવિધ પ્રવૃત્તિઓ માટે યત્કિંચિત્ સમય ફાળવવા પ્રયત્ન કરે છે તે તો ઓર ખુશીની વાત્!
તેં શ્રી રામકૃષ્ણ પરમહંસનો જીવન પ્રસંગ લખ્યો તે મનનીય છે. પરમહંસની વાત નીકળે અને જો શ્રી “મ” તથા રોમાં રોલાંને ન સ્મરીએ તો અન્યાય [...]

અમેરિકાની કવયિત્રી એમિલી ડિકિન્સન

અમેરિકાની મહાન કવયિત્રી એમિલી ડિકિન્સન
અમેરિકાના સાહિત્યજગતમાં કાવ્યક્ષેત્રે લોંગફેલો, વ્હાઈટમેન, ડિકિન્સન, ટીઝડેલ (Sara Teasdale) તથા ફ્રોસ્ટ મારા પ્રિય કવિઓ છે.
મને એમિલી ડિકિન્સનની પોએટ્રી ગમે છે. આ મહાન કવયિત્રીની કવિતાઓ શાંતિથી, એકાગ્રતાથી વાંચો તો જ તેનો આસ્વાદ માણી શકો! પ્રસ્તુત છે ડિકિન્સનની પંક્તિઓ:
They might not need me- yet they might-
I’ll let my heart be just in sight-
A [...]

અમેરિકામા ગુજરાતીઓની “વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ”

અમેરિકામાં “વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ”
ગુજરાત તથા ગુજરાત બહાર વસતા વિશ્વભરના ગુજરાતીઓ માટે “વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ”ના સમાચાર આપ જાણો જ છો આવો, આપણે કોન્ફરન્સને સફળતા ઈચ્છીએ!
એસોસિયેશન ઓફ ઈંડિયન અમેરિકન્સ ઓફ નોર્થ અમેરિકા (AIANA) દ્વારા “વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ” નું આયોજન થયેલ છે. ઉક્ત વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ અમેરિકામાં ન્યુ જર્સી ખાતે આગામી સપ્ટેમ્બર 1 થી સપ્ટેમ્બર 3 (1-3 [...]

માતૃભૂમિની યાદ

આદમને કોઈ પૂછે: પેરિસમાં શું કરે છે?
લાંબી સડક ઉપર એ લાંબા કદમ ભરે છે.
એ કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને?
પેરિસમાં છે છતાંયે ભારતનો દમ ભરે છે!
… શેખાદમ આબુવાલા …

ગુજરાતમાં પૂરથી અસાધારણ પરિસ્થિતિ : સૂરત તથા વડોદરામાં ગંભીર સ્થિતિ:

ગુજરાતમાં પૂરથી અસાધારણ પરિસ્થિતિ : સુરત તથા વડોદરામાં ગંભીર સ્થિતિ:
આજે મંગળવાર, ઓગસ્ટ 8, 2006. બપોરના 2.10 થયા છે.
સુરત શહેરમાં તાપી નદીના પૂર ફરી વળ્યાં છે. મોટા ભાગનું શહેર પાણીમાં ગરકાવ છે. ભાગા તળાવ જેવા વિસ્તારમાં ચાર ફૂટ પાણી ફરી વળ્યાં છે. લોકોને સલામત સ્થળે ઊંચાઈ પર બીજે માળે ખસી જવાની ચેતવણી અપાઈ છે. સુરત [...]