‘સાહિત્ય’ કેટેગરી : હિન્દી-ઉર્દૂ
.
નેટ પર ગઝલ અને ઉર્દૂ ભાષા અને ઉર્દૂ શબ્દોમાં રસ લેતા ગુજરાતી યુવા-મિત્રોની ચર્ચા વાંચીને મને આનંદ થાય છે. આ રસ પોષાય તેવા પ્રશંસનીય પ્રયત્નો ડો. વિવેક, ડો. ધવલ તથા અન્ય નેટીઝન કરી રહ્યા છે. તેમની લગનને સલામ!
આ પ્રયત્નોમાં સહભાગી થવા હું પણ ઝૂકાવું છું. મારા બ્લોગ પર ‘સાહિત્ય’ કેટેગરીમાં ગુજરાતી, હિન્દી-ઉર્દૂ તથા અન્ય ભાષા એમ ત્રણ્ સબ-કેટેગરીમાં વિશ્વભરના સાહિત્યનો રસાસ્વાદ માણી શકાશે. આપને તે પસંદ પડશે, તેવી આશા છે.
આજે એક ઉર્દૂ શે’ર … (કદાચ ‘તાહિરા’નો? … થોડો સમય લિપિ નિભાવી લેશો? ..)
કિસીકી ચાર દિનકી ઝિંદગી સૌ કામ કરતી હૈ કિસીકી સૌ બરસકી ઝિંદગીસે કુછ નહીં હોતા
Filed under: સાહિત્ય | Tagged: ઉર્દુ, ગુજરાત, ગુજરાતી, મધુસંચય, સાહિત્ય, હરીશ દવે, હિન્દી, gujarati, Harish Dave, Madhusanchay
આજે કદાચ પહેલીવાર આ જોયું.ખૂબ સરસ છે.મજા આવી.નિયમિત જોતુ રહેવુ પડશે જ.હીન્દી માણવાની મજા આવી.આભાર